તમિલનાડુથી સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસ પઠાનમથિટ્ટા જિલ્લામાં ખીણમાં પડી હતી.ત્યારે આ અકસ્માતમાં 62 લોકો ઘાયલ થયા છે જે ઘાયલોમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.ત્યારે આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે આ અકસ્માત એવા સમયે સર્જાયો હતો,જ્યારે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરથી દર્શન કરીને પરત ફરી રહી હતી.આ અકસ્માત બપોરે 1:30ની આસપાસ થયો હતો.આ દરમિયાન નીલક્કલ નજીક ઈલાવંકલ પાસેથી પસાર થતી વખતે બસ રોડ પરથી ખીણમાં પડી હતી.જેમાં પોલીસ દ્વારા મળેલા 9 બાળકો સહિત ઓછામાં ઓછા 64 લોકો સવાર હતા.જેમાં સવાર યાત્રાળુઓ તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લાના છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved