લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / મુંબઈમા સલમાન ખાન હોટલ બનાવશે

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ગાડીઓનો ખૂબ શોખ છે.તાજેતરમા તેણે બુલેટપ્રૂફ કાર ખરીદી હતી.ત્યારે આગામી સમયમા તેઓ મુંબઈમાં 19 માળની હોટલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે,જે દરિયાકિનારે બનાવાશે.સલમાનની આ હોટલ કુતુબમિનારની ઉંચાઈ જેવી હશે.સલમાન ખાનનો પરિવાર બાંદ્રાના કાર્ટર રોડ પર 19 માળની બિલ્ડીંગ હોટેલ બનાવવા જઈ રહ્યો છે.આ સી ફિસિંગ એરિયા છે.આ પ્રોપર્ટી સલમાન ખાનની માતા સલમા ખાનના નામે છે.જે 19 માળની હોટલ 69.9 મીટરની હશે.આ બિલ્ડિંગના પ્રથમ માળે કેફે અને રેસ્ટોરન્ટ હશે.જ્યાં બીજા ફ્લોર પર બેસમેન્ટ,ત્રીજા ફ્લોર પર જીમ અને સ્વિમિંગ પૂલ,ચોથા ફ્લોરને સર્વિસ ફ્લોરને તરીકે બનાવ વામાં આવશે.જ્યારે પાંચમા અને છઠ્ઠા ફ્લોરનો કન્વેન્શન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે.બિલ્ડિંગના પ્લાનમાં હોટલ માટે સાતમાથી 19મા માળ સુધીની જગ્યા રાખવામાં આવી છે.