લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સામંથા રૂથ પ્રભુ અને અનુષ્કા શર્મા એકસાથે જોવા મળશે

સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે.આ પ્રોજેક્ટ વેબસીરિઝ છે કે પછી કોઈ ફિલ્મ છે તે હજુસુધી નક્કી નથી થયું.પરંતુ આ ફિલ્મને અનુષ્કાનો ભાઈ કર્નેશ શર્મા પ્રોડયૂસ કરવાનો છે.આ મહિલા પ્રધાન કથાવસ્તુ ધરાવતો પ્રોજેક્ટ હશે.અનુષ્કા અને સામંથા આ પ્રોજેક્ટના પ્રિ-પ્રોડક્શનના ભાગરૂપે વારંવાર જોઈન્ટ સિટિંગ્ઝ કરી રહ્યા છે.જેમાં સ્ક્રિપ્ટ તથા અન્ય બાબતોની ચર્ચા થઈ રહી છે.સામંથાની શાકુંતલમ ફિલ્મ તાજેતરમાં નિષ્ફળ ગઈ છે.તેને સિટાડેલ વેબ સીરીઝનાં ઈન્ડિયન વર્ઝન પર ઘણી આશા છે.ત્યારે અનુષ્કા શર્મા ઝુલણ ગોસ્વામીની બાયોપિક છકડા એક્સપ્રેસનું શૂટિંગ પૂર્ણ કરી ચુકી છે.