લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સંજય દત્ત અને સુનીલ શેટ્ટી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળશે

સંજય દત્ત અને સુનીલ શેટ્ટી સમીર કર્ણિકની ફિલ્મમાં જોવા મળવાના છે.જે જોડી છેલ્લે નો પ્રોબ્લેમ ફિલ્મમાં જોવા મળી હતી.ત્યારે 11 વર્ષ પછી ફરી આ જોડી રૂપેરી પડદે સાથે કામ કરવાની છે.આ ફિલ્મને ડિરેક્ટ યમલા પગલા દીવાનાના ડાયરેકટર સમીર કર્ણિક કરવાના છે.આ ફિલ્મમાં સંજય દત્ત,સુનીલ શેટ્ટી ઉપરાંત ઇશા ગુપ્તા, ઝાયદ ખાન,સૌરભ શુક્લા અન જાવેદ જાફરી મુખ્ય પાત્રોમાં જોવા મળશે.સંજય દત્ત આ ફિલ્મમાં અભિનય કરવાની સાથે સાથે ફિલ્મનો સહ-નિર્માતા પણ છે.જે ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે.આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં કરવાની યોજના છે.આમ સંજય દત્ત અને સુનીલ શેટ્ટીની જોડી રુદ્રાક્ષ,દસ,દસ કહાનિયાં,રક્ત, કાંટે,શૂટ આઉટ એટ લોખંડવાલા,અનર્થ જેવી અનેક ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે.