લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સાઉથની ફિલ્મમા સંજય દત્ત હીરોના પિતાની ભૂમિકામાં જોવા મળશે

બોલીવૂડ અભિનેતા સંજય દત્ત સાઉથની ફિલ્મોમાં વધુને વધુ રોલ કરી રહ્યો છે.ત્યારે તેણે વધુ એક ફિલ્મમાં પિતાની ભૂમિકા પણ સ્વીકારી છે.જેમા થલપતિ વિજયની ફિલ્મ લિઓમાં સંજય દત્ત તેના પિતાની ભૂમિકામા છે.ત્યારે તેઓ આ ફિલ્મમાં ગેન્ગસ્ટર તરીકે જોવા મળવાના છે.જેમાં વિજય 40 વર્ષના યુવકના રોલમાં જોવા મળશે. જે કાશ્મીરમાં રહે છે અને ગેન્ગ વોરથી દૂર છે.પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષની વાત ફિલ્મમાં હશે.સંજય દત્તે પણ સુનિલ શેટ્ટી સહિતના કલાકારોની જેમ સાઉથની ફિલ્મોમાં નાના મોટા રોલ સ્વીકારવા માંડયા છે.બીજીતરફ હિન્દી ફિલ્મોમાં તેની હાજરી ઓછી થઈ રહી છે.