લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સાત્વિક અને ચિરાગની જોડીએ સ્વિસ ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપ જીતી લીધી

સાત્વિક સાઈરાજ રાન્કી રેડ્ડી તેમજ ચિરાગ શેટ્ટીની જોડીએ ભારતને વર્ષ 2023ની બેડમિંટન સિઝનનું સૌપ્રથમ ટાઈટલ અપાવતા સ્વિસ ઓપન ૩૦૦ સિરીઝ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.જેમાં સેકન્ડ સીડ ધરાવતી સાત્વિક-ચિરાગની જોડીએ ફાઈનલમાં ચીનના રેન ક્ષિએંગ યુ અને ટાન કિએંગની જોડીને 21-19,24-22થી હરાવી હતી.આમ ભારતના સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ કારિકર્દીમાં 5મુ ટાઈટલ મેળવ્યું હતુ.આ અગાઉ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં મળેલી હાર પછી વળતો પ્રહાર કરતાં ભારતીય જોડીએ સફળતા હાંસલ કરી હતી.આંતરરાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયનશિપમાં આગવું પ્રભુત્વ ધરાવતા સાત્વિક અને ચિરાગ અગાઉ 2018માં હૈદરાબાદ ઓપન,2019માં થાઈલેન્ડ ઓપન અને ગત વર્ષે ઈન્ડિયા ઓપન અને ફ્રેન્ચ ઓપન જીતી ચૂક્યા હતા.જેમા તેઓએ થોમસ કપમાં પણ ભારતની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ સિવાય 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.સ્વિસ ઓપનમાં ભારતીય ખેલાડીઓ કુલ મળીને આ છઠ્ઠીવાર ટાઈટલ જીતવામાં સફળ રહ્યા હતા.આ અગાઉ સાયના નેહવાલ 2011 અને 2012માં તેમજ સિંધુ 2022માં વિમેન્સ સિંગલ્સ જીતી ચૂકી છે.જ્યારે કિદિમ્બી શ્રીકાંતે 2015માં અને એચ.એસ. પ્રનોયે 2016માં ટાઈટલ હાંસલ કર્યું હતુ.