લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સત્ય નંદેલા માઈક્રોસોફ્ટના સીઈઓમાંથી ચેરમેન બન્યા

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાને પ્રમોશન મળ્યું હતું.નડેલાની પસંદગી માઈક્રોસોફ્ટના ચેરમેનપદે થઈ હતી.નાડેલા જ્હોન થોમ્પસનની જગ્યા લેશે.આમ ભારતીય મૂળના સત્યા નાડેલા ઇસ.1992થી માઈક્રોસોફ્ટમાં કાર્યરત છે.વર્ષ 2014માં સ્ટીવ બોલમોરના સ્થાને તેમને કંપનીએ સીઈઓ બનાવ્યા હતા.આમ તેમનાં કાર્યકાળમાં કંપનીના શેરમાં સાત ગણો વધારો થયો હતો અને કંપનીની માર્કેટ કેપ બે લાખ કરોડ ડોલરની નજીક પહોંચી ગઈ હતી.જ્હોન થોમ્પસનને કંપનીએ બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પસંદગી કરી છે.53 વર્ષના સત્ય નડેલાએ ઇસ.1992માં માઈક્રોસોફ્ટમાં ટેકનિકલ સ્ટાફ તરીકે નોકરી શરૂ કરી હતી.વર્ષ 2019માં સીઈઓ તરીકે તેમને 4.29 કરોડ ડોલર એટલે કે અંદાજે 316 કરોડ રૂપિયાનો પગાર મળતો હતો.