લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્રમાં ફરીએકવાર માવઠુ થયુ

દેશમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી દેશના તમિલનાડુથી વિદર્ભ વચ્ચે ટ્રોપ સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી ગુજરાતમાં હવામાન પલટાયું છે.ત્યારે રાજ્યના સૌરાષ્ટ્રમાં માર્ચ માસ માવઠાંમાં વિત્યા બાદ એપ્રિલમાં પણ હીટવેવને બદલે વાદળિયા હવામાન વચ્ચે અખાત્રીજની પૂર્વ સંધ્યાએ રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઠેરઠેર હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં જેતપુર,ધોરાજી યાર્ડમાં ખેડૂતોનો કૃષિપાક પલળી ગયો હતો.ત્યારે ધોરાજીના નદીબજાર,વોકળાકાંઠા,શાકમાર્કેટ,પિરખાના કુવા સહિતના વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા.ત્યારે માર્કેટયાર્ડમા વેપારીઓએ ખરીદેલા ઘંઉ,એરંડા પલળી ગયા હતા.