લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધોરાજીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું

સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ધોરાજી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા તેમજ વરસાદથી ઉનાળુ પાક જેવા કે બાજરી,મગ અને તલને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.ત્યારે બીજીતરફ ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.