લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્ર યુનિમાં આજથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બીજા સત્રની પરીક્ષાનો પ્રારંભ થયો છે.જેમાં 51 કોર્ષના 51,184 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે.જેના માટે 132 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.જેમાં 14 કોર્ષના 4,189 વિદ્યાર્થીઓના પેપર ઓનલાઈન મોકલવામાં આવશે.ત્યારે તેમાં ચોરી થતી અટકાવવા ઉપરાંત પેપર ફૂટે તો ક્યાંથી ફૂટ્યું તે તરત જાણી શકાય તે માટે પ્રશ્નપત્રો ઉપર બારકોડ મુકવામાં આવ્યા છે.આ સાથે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.આ પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ સેમેસ્ટર 6ના 16293 વિદ્યાર્થી,બી.એ સેમેસ્ટર 6ના 10,901 વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે.આ ઉપરાંત બીએસસી સેમેસ્ટર 6ના 3011, બીસીએ સેમેસ્ટર 6ના 2981,બીએ સેમેસ્ટર 6ના એક્સટર્નલના 2805,એમ.કોમ સેમેસ્ટર 4 એક્સટર્નલના 2163,બીબીએ સેમેસ્ટર 6ના 2478,એમ.એ ઓલ સેમેસ્ટર 4 એક્સટર્નલના 1738,એમ.કોમ સેમેસ્ટર 4 રેગ્યુલરના 1143 સહિત 51,184 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.