લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સેમિકન્ડક્ટર ઉદ્યોગના પિતા ગોર્ડન મૂરેનુ નિધન થયુ

સિલિકોન વેલીના અગ્રણી અને ઇન્ટેલના સહ-સ્થાપક ગોર્ડન મૂરેનુ 94 વર્ષની વયે નિધન થયું છે.સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઈન અને તેના ઉત્પાદનમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.આમ ગોર્ડન મૂરેનો જન્મ 3 જાન્યુઆરી 1929ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો.ગાર્ડન મૂરેએ બર્કલે ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી ડિગ્રી મેળવી હતી.આ સિવાય તેમણે મેરીલેન્ડમા જોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીમા તેમણે સંશોધન કારકિર્દીની શરૂઆત કરી હતી.શોકલી સેમિકન્ડક્ટરમાં જોડાવા માટે તેઓ 1956માં કેલિફોર્નિયા ખાતે પાછા ફર્યા હતા.આમ તેમણે તેમના લાંબાસમયના મિત્ર રોબર્ટ નોયસ સાથે 1968માં ઇન્ટેલની સહ-સ્થાપના કરી હતી.જેમા તેમણે રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ.બુશ પાસેથી નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી મેળવ્યો હતો.આ સિવાય તેમને રાષ્ટ્રનુ સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મળ્યુ હતું.આ ઉપરાંત 1950મા મૂરેએ બેટ્ટી આઈ વિટ્ટેકર સાથે લગ્ન કર્યા હતા.મૂરેના પરિવારમાં પુત્રો કેનેથ અને સ્ટીવન અને ચાર પૌત્રો છે.