લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સર્બિયામા હુમલાખોરોએ ગોળીબાર કર્યો

સર્બિયામાં સતત બીજા દિવસે ગોળીબારની ઘટના બની છે.જેમાં રાજધાની બેલગ્રેડથી 60 કિલોમીટર દક્ષિણમાં સર્બિયન શહેરની નજીક મોડી રાતે હુમલાખોર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.જેમાં 8થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.આ ગોળીબાર મ્લાડેનોવાની નજીક તે સમયે થયો હતો જ્યારે એક હુમલાખોર ચાલતી ગાડીએ ઓટોમેટિક ગન લઈને આવ્યો અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયો હતો.ત્યારે આ અંગે પોલીસે હુમલાખોરની તપાસ હાથ ધરી છે.આ અગાઉ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગની ઘટના બની હતી.જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા જે મૃતકોમાં 8 બાળકોનો સમાવેશ થયો હતો.