લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શક્તિ કપૂર ફરીએકવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે

બોલીવૂડના પીઢ અભિનેતા શક્તિ કપૂર લાંબાસમય પછી બોલીવૂડ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં દેખાશે.જેમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ એનિમલમાં શક્તિ કપૂર ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.આગામી ઓગસ્ટમાં રીલીઝ થનારી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.જેમા રણબીરની સાથે હિરોઈન તરીકે રશ્મિકા મંદાના છે.આ ઉપરાંત ફિલ્મમાં રણબીરના હરીફ તરીકે બોબી દેઓલ છે.ફિલ્મમાં અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે.શક્તિ કપૂરની ભૂમિકા વિતેલા જમાનાના ગેન્ગસ્ટરની છે.શક્તિ કપૂરે 70 અને 8૦ના દાયકાની અનેક ફિલ્મોમાં મુખ્ય વિલન તરીકે ધાક જમાવી હતી.ત્યારબાદ તેણે કાદર ખાન સાથે મળીને અનેક કોમેડી ફિલ્મો પણ કરી હતી.