વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને વર્ષ 2021ની પ્રાઈઝ ભારતીય મુળની શકુંતલા હરકસિંહ થિલ્સ્ટેડને આપવાની જાહેરાત કરી છે.આમ શકુંતલાએ કુપોષણ અને ભૂખને વિશ્વમાંથી ખત્મ કરવા માટે ભોજનના વિકલ્પના રૂપમાં માછલી અને દરિયાઈ ફૂડ પર કામ કર્યું છે.આમ વિશ્વની એક અબજ વસ્તીનો ભોજનનો અભિન્ન હિસ્સો માછલી અને અન્ય સી-ફૂડ પદાર્થ છે.જેમાં મોટાભાગના લોકો આફ્રિકી,એશિયાઈ અને પેસીફિક ક્ષેત્રના ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગના દેશોમાં નદીઓ,સરોવરો કે સમુદ્રકિનારે રહે છે.આ વિસ્તારોમાં ભોજનમાં તાજી કે સૂકી માછલી મુખ્ય હિસ્સો છે અને જે સસ્તી હોવાની સાથે-સાથે ઈંડા, ડેરી ઉત્પાદન અને ફળની તુલનામાં વધુ સરળતાથી મળી રહી છે.આમ વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 11 મેના રોજ શકુંતલા હરકસિંહ થિલ્સ્ટેડના નામની જાહેરાત કરી હતી.જેમાં ફાઉન્ડેશને કહ્યું હતું કે વર્ષ 2021ની વિજેતા અને પોષણ વૈજ્ઞાનિક શકુંતલા હરકસિંહ થિલ્સ્ટેડએ આ દિશા તરફ ધ્યાન અપાવવામાં ખુબ કામ કર્યું છે.આ પ્રાઈજમાં વિજેતાને 2.5 લાખ ડોલરની રકમ આપવામાં આવે છે અને પ્રાઈઝને ખાદ્ય અને કૃષિ ક્ષેત્રનો નોબેલ પ્રાઈઝ માનવામા આવે છે.જેની સ્થાપના નોબેલ પુરસ્કાર વિજેતા નોરમન બોરલોગે ઇ.સ.1970માં કરી હતી.આ વર્ષે શકુંતલા થિલ્સ્ટેડના ચાર દાયકાના કામને સન્માનિત કરવા માટે આપવામાં આવ્યું છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved