લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમાં 170 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો

મુંબઈ શેરબજારમાં તેજી બાદ ઘટાડો જોવા મળ્યો હતો.જેમા સેન્સેકસ 170 પોઈન્ટ તૂટયો હતો.ત્યારે શેરબજારમાં આજે એચડીએફસી બેં ક,કોટક બેંક,મારૂતી,નેસલે,અલ્ટ્રા ટ્રેક સીમેન્ટ,એશીયન પેઈન્ટસ,હિન્દ લીવર,રેલ વિકાસમાં સુધારો થયો હતો.જ્યારે બીજીતરફ અદાણી ગ્રુપનાં ઓડીટરના રાજીનામાનાં રીપોર્ટથી અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ સહિતના શેરો તૂટયા હતા.આ સિવાય ઈન્ફોસીસ, લાર્સન, રીલાયન્સ,સ્ટેટ બેંક,ટીસીએસ,ટાઈટન,બજાજ ફાઈનાન્સ,ભારતી એરટેલ,ઓએનજીસીના શેરોમાં ઘટાડો થયો હતો.જેમા મુંબઈ શેરબજાર નો સેન્સેકસ 170 પોઈન્ટના ઉછાળાથી 61,184 થયો હતો જે ઉંચામાં 61,674 જ્યારે નીચામાં 61,024 થયો હતો.જ્યારે નીફટી 64 પોઈન્ટ પોઈન્ટ ઉંચકાઈને 18,083 હતો જે ઉંચામાં 18,106 જ્યારે નીચામાં 18,042 થયો હતો.