લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બનશે

કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બનશે.જ્યારે કોંગ્રેસે ડી.કે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ આપવાનો નિર્ણય કર્યો છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાંબી ચર્ચા બાદ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છે.જે શપથગ્રહણ સમારોહ આગામી 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે.ડી.કે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પદે જળવાઈ રહેશે.સિદ્ધારમૈયાના નામ પર ઔપચારિક મહોર લગાવવા માટે આજે સાંજે 7 વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.આ પછી કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.