સિદ્ધપુરમાં આવેલા પાંચ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ પૈકીના એક દેવશંકર ગુરૂબાપાની તપોભુમી એવા અરવડેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 46 વર્ષથી અરવડેશ્વર મહાદેવ અને દેવશંકર ગુરુ મહારાજની તસવીરની સ્થાપના કરી દર વર્ષે વિશ્વ કલ્યાણઅર્થે ઓમ નમઃશિવાયની પ્રદક્ષિણા કરતા કરતા રાત-દિવસ ચાલતી ધૂન શ્રાવણ વદ નોમથી અમાવાસ્યા સુધી સતત 24 કલાક ચાલે છે. આ ધૂનની શરૂઆત મંગળવારે શ્રાવણ વદ નોમને સવારે વિધિવિધાન સાથે અરવડેશ્ચર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ શિવભક્તો દ્વારા ભક્તિભાવ દ્વારા શરૂ કરવામાં આવી છે. આમ દર વર્ષે શ્રાવણ વદ-9થી શ્રાવણ વદ અમાસ સુધી ભક્તિભાવપૂર્વક ત્રણ કલાકની શિવભક્તોની વારીઓ બાંધવામાં આવે છે જે ત્રણ કલાક સુધી ઢોલક નગારા મંજીરા વગાડતા ઓમ નમઃશિવાયના મંત્ર જાપ જપે છે ઓમ નમઃ શિવાય અખંડ નામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ આજથી 46 વર્ષ પહેલા દેવશંકર ગુરુ મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. આમ ત્યારથી આજ સુધી અવિરત ઓમ નમઃશિવાયની ધૂન કરવામાં આવે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved