લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સિહોરમાં જર્જરિત પથિકાશ્રમ બંધ હાલતમા જોવા મળ્યુ

સિહોરમાં તાલુકા પંચાયત નજીક આવેલ પથિકાશ્રમ વર્તમાનમાં સાવ જર્જરીત હાલતમાં છે.જેને કારણે પથિકાશ્રમ બંધ હાલતમાં જોવા મળી રહ્યુ છે.ત્યારે જો તેનુ રિનોવેશન કરવામાં આવે અને ફરીથી ધમધમતુ કરવામા આવે તો સરકારી તિજોરીને પણ આર્થિક લાભ થઇ શકે તેમ છે.સિહોરમાં નવનાથ અને પાંચપીરના બેસણા છે.ઉપરાંત ગૌતમેશ્વર મહાદેવ,મુકતેશ્વર મહાદેવ,સાત શેરી,ઐતિહાસિક કિલ્લાઓ,બ્રહ્મકુંડ,હનુમાન ધારા,ગૌતમ કુંડ સહીતના અનેક જોવાલાયક સ્થળો આવેલા છે.જે સ્થળોની મુલાકાતે અનેક પ્રવાસીઓ સિહોરમાં આવતા હોય છે.પરંતુ જો પથિકાશ્રમ શરૂ હોય તો આ મુસાફરોને રહેવાની સુવિધા મળી રહે.આ પથિકાશ્રમ ઇસ.1963થી શરૂ કરવામાં આવ્યું હતું.આ અંગે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.