લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સિક્કિમના નાથુલામાં ભારે હિમપ્રપાત થતાં 7 લોકોનાં મોત થયા

સિક્કિમના નાથુલા વિસ્તારમા થયેલા હિમપ્રપાતને કારણે 7 પર્યટકોના મોત થયા છે.જેમા પર્યટકોના વાહનો બરફમાં ફસાઇ ગયા હતાં.જેમાં ગેંગટોક ને નાથુલાથી જોડતા જવાહરલાલ નહેરૂ માર્ગ પર સવારે 11:30 વાગ્યે બરફનું તોફાન ત્રાટક્યુ હતું.જેના કારણે 5 થી 6 વાહનો બરફમાં ફસાઇ ગયા હતાં,જેમાં અંદાજે ૩૦ જેટલા યાત્રીઓ હતાં.ત્યારે બપોરે 4 વાગ્યા સુધીમાં 7 મૃતદેહો શોધી કાઢી તેમને બરફમાંથી બહાર લાવવામાં આવ્યા હતાં.જ્યારે 23 લોકોને જીવિત બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે.ત્યારે આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને ઘટનાસ્થળથી 55 કિલોમીટર દૂર આવેલી ગેંગટોકની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.જેમાં નાથુલા સમુદ્રના સ્તરથી 14,450 ફૂટ ઉપર આવેલુ છે.ત્યારે પર્યટકોમા આ વિસ્તાર ખૂબ લોકપ્રિય છે.આ અગાઉ બરફવર્ષાને કારણે રોડ પર 80 વાહનો ફસાયા હતાં.જેમાં 350 લોકો સવાર હતાં.ત્યારે આ તમામ લોકોને બચાવીને ગેંગટોક પરત લાવવામાં આવ્યા હતાં.