પીઢ ગાયિકા આશા ભોંસલે 8 સપ્ટેમ્બરના રોજ પોતાનો 88મો જન્મદિવસ ઊજવશે. તેમણે તેમની ગાયિકા તરીકેની કારકિર્દીમાં અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. આશા ભોંસલે મનોરંજનની દુનિયામાં પોતાની એક વિશિષ્ટ ગાયકીને લીધે ઓળખ ધરાવે છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ઇસ.1943થી કરી હતી. જેમાં તેમણે 1000થી વધુ ફિલ્મોના ગીતો ગાયા છે. તેમજ તેમને પદ્મવિભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ ફક્ત સંગીતમાં જ નહીં પરંતુ રાંધણકળામાં પણ નિષ્ણાંત છે. તેમના હાથની રસોઇ તેમની દીદી લતા મંગેશકરને બહુ ભાવે છે. આશાજીનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર અભિનેતા હતા અને મરાઠીમાં ક્લાસિકલ ગીતો ગાતા હતા. તેમણે પોતાની ગાયિકા તરીકેની કારકિર્દીની શરૂઆતમાં મરાઠી ફિલ્મનું એક ગીત ઇસ.1943માં ચલા ચલા નવબાલા ગીત ગાયું હતું. એ પછી ઇસ.1949મા રાત કી રાની ફિલ્મનું પ્રથમ હિંદી સોલો ગીત ગાયું હતું. ત્યારબાદ ઇસ.2006ની સાલમાં આશા ભોંસલેએ 12,000 થી વધુ ગીતો ગાયાનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં યહ હૈ રેશમી ઝુલ્ફોકાં અંધેરા ન ગભરાઇયે,ચુરા લિયા હૈ તુમને જો દિલ કો,ઝુમકા ગિરા રે,દમ મારો દમ,પિયા તુ અબ તો આજા જેવા અનેક ગીતો ગાયા છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved