સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા અને યુનિસેફે કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને નોવાવેક્સના લાંબાગાળાના પુરવઠા માટે કરાર કર્યો છે.આ કરાર હેઠળ ૧૦૦ દેશોમાં ૧.૧ બિલિયન વેક્સિન ડોઝ મોકલવામાં આવશે. આમ ઘણા દેશોએ કોરોના વેક્સિનની ખરીદી માટે ભારતનો સંપર્ક કર્યો છે.
ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશિલ્ડનું નિર્માણ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને નોવાક્સનું નિર્માણ યુએસ આધારિત નોવાક્સ ઇંક દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરીટા ફોરે સીરમ ઇન્સ્ટીટ્યૂટ સાથે કરારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,અમે પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહિત કેટલાક સંગઠનો સાથે મળીને ૧૦૦ દેશો માટે ૧.૧ બિલિયન વેક્સિન ડોઝનો ઓર્ડર આપ્યો છે.આ વેક્સિન ત્રણ અમેરિકી ડોલરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે.
યુનિસેફે કહ્યું કે,અમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા રસીની મંજૂરીને આધિન દેશોમાં આ રસીનું વિતરણ કરવા માટે SII સાથે કામ કરવા માટે તત્પર છીએ.આમ ઓછી આવક ધરાવતાં વર્ગના લોકોને કોરોના વેક્સિન પહોંચાડવા માટે કોવેક્સ અભિયાનની શરૂઆત કરાઇ છે જેનું નેતૃત્વ સંયુક્ત રાષ્ટ્ર કરી રહ્યું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved