લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સ્માર્ટફોન બીઝનેસમાથી એલ.જી ઈલેકટ્રોનીકસની અલવિદા

સ્માર્ટ ફોનની દુનિયામાં એપ્પલના સતત રહેલા દબદબા તેમજ દ.કોરિયાની કંપની સેમસંગના વર્ચસ્વ અને ચાઈનીઝ કંપનીઓના સ્માર્ટફોન માર્કેટમાં આક્રમણથી સાઉથ કોરીયાની એલ.જી ઈલેકટ્રોનીકસે તેનો સ્માર્ટફોન બીઝનેસ સંકેલી લેવાનો નિર્ણય લીધો છે.આમ એલજીએ હાઈ એન્ડ સ્માર્ટફોન મોડેલ માટે જાણીતી હતી.પરંતુ તેના ફલેગસીપ મોડેલ સોફટવેર અને હાર્ડવેર બંનેમાં મુશ્કેલી અનુભવતા તથા તેના સોફટવેર અપડેટમાં પણ સમસ્યા હતી.આમ કંપની એકતરફ ઉતર અમેરિકામાં એપલ અને સેમસંગ પછી ત્રીજા નંબરનું સ્થાન ધરાવતી હતી તે પણ છોડી દેવા નિર્ણય લીધો છે.છેલ્લા 6 વર્ષમાં એલ.જીએ અંદાજીત રૂા.33,010 કરોડની ખોટ ખાતા તે તેના સ્પર્ધકો સામે ટકી શકે તેમ ન હોવાથી સ્માર્ટફોન બીઝનેસ સંકેલી લેવા નિર્ણય લીધો છે.જોકે તે ઈલેકટ્રોનીક એપ્લાયન્સીસમાં યથાવત રહેશે.આ સિવાય તે ઈલેકટ્રીક વ્હીકલના છૂટા ભાગો બનાવવાની તૈયારીમાં છે.આમ અમેરિકામાં એપલ અને સેમસંગ બાદ ઓપ્પો,વીવો તથા સીઓમીને વધુ પ્રવેશવાની તક મળી જશે.જોકે નોકીયા,એચ.ટી.સી અને બ્લેકબેરી અગાઉ જે દબદબો ધરાવતી હતી તે ઘટી ગયો છે પરંતુ તેણે બીઝનેસ ચાલુ રાખ્યો છે.