લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હિમવર્ષા અને ખરાબ હવામાનથી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ કરાયુ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે.જેમાં ચારધામ યાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના રાજ્યો અને શહેરોમાંથી નિકળી રહ્યા છે.ત્યારે ઋષિકેશમાં રજિસ્ટ્રેશન કરાવનારા પ્રવાસીઓને ત્રણ ધામનું રજિસ્ટ્રેશન મળી ગયું છે,પરંતુ કેદારનાથ માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી,જેના કારણે તિર્થયાત્રીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. આમ વર્તમાનમાં ખરાબ હવામાન અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન આગામી 29મી સુધી બંધ કરવામાં આવ્યું છે.જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે 7:10 વાગે ખુલશે.ત્યારે ભગવાન બદ્રી વિશાલના મંદિરને લગભગ 15 થી 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાઈ રહ્યું છે.જેમાં મંદિર પરિસરની આસપાસના તમામ વિસ્તારોને રંગબેરંગી ફૂલોથી સજાવવાની કામગીરી ચાલી રહી છે અને ભક્તો પણ ધીમેધીમે બદ્રીનાથ ધામ પહોંચવા લાગ્યા છે.