લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બરફના તોફાનના કારણે તુર્કી અને ગ્રીસમાં અફરાતફરી

યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનુ એક ઈંસ્તાબુલ એરપોર્ટને ભારે બરફવર્ષા અને બરફના તોફાન બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં ભારે બરફવર્ષાએ અત્યારે યુરોપીય દેશોને મુશ્કેલીમાં મૂક્યા છે. બરફના તોફાનના કારણે એથેન્સમાં સ્કુલ અને રસીકરણ કેન્દ્રને બંધ કરવા પડ્યા છે. પૂર્વી ભૂમધ્ય સાગરમાં ઉઠેલા દુર્લભ બરફના તોફાન બાદ કેટલાક શહેરમાં બ્લેકઆઉટની સ્થિતિ છે અને પરિવહન પર ખરાબ અસર પડી છે.ત્યારે ઈંસ્તાબુલના ગવર્નર અલી યેરલિકયાએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય તો લોકો મુસાફરી કરવા માટે ઘરેથી બહાર ન નીકળે કેમ કે બરફના તોફાનના કારણે હવામાન ઘણુ ખરાબ થઈ ચૂક્યુ છે. સરકારી કર્મચારીઓને સોમવારના દિવસે અડધા દિવસ બાદ રજા આપવામાં આવી છે. ગવર્નર અલી યેરલિકયાએ વધુ કહ્યુ છે કે બરફના તોફાનના કારણે દેશના ઉત્તરી ભાગમાં થ્રેસ તરફથી ઈંસ્તાબુલ આવવાની ગાડીઓના શહેરમાં પ્રવેશ પર રોક લગાવી દેવાઇ છે.બીજીતરફ ઈસ્તાંબુલના મેયર એકરેમ ઈમામોગ્લુએ કહ્યુ છે કે નગરપાલિકાના 7400 કર્મચારીઓને લોકોની મદદ કરવા માટે કહેવામાં આવ્યુ છે અને નગરપાલિકા કાર્યાલય સતત ખુલ્લુ છે અને લોકોની મદદ કરી રહ્યુ છે,જેમાં ઈમરજન્સી ટીમને હાઈએલર્ટ પર રખાઈ છે જેથી કોઈપણ પ્રકારની અનહોની થાય તો તાત્કાલિક એક્શન લઈ શકાય.