નવી મુંબઈ મહાનગરપાલિકાએ પોતાને ફાળવાયેલા ક્વોટાથી વધુ પાણી વાપરવા બદલ શહેરની ૩૩૦થી વધુ હાઉસિંગ સોસાયટીઓને નોટિસો આપી છે.આ સિવાય સોસાયટીઓને આર્થિક દંડ ન થાય એ માટે પોતાના પાણીના વપરાશ પર ચાંપતી નજર રાખવાની વિનંતી કરાઈ છે.આમ આ અંગે પાલિકાના વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવવા મુજબ 336 હાઉસિંગ સોસાયટીઓને નોટિસ મળી છે.જે પૈકી દિધા વોર્ડમાં સૌથી વધુ 80 સોસાયટીઓને પાણીના સરપ્લસ વપરાશ માટે નોટિસો મોકલાઈ છે.જ્યારે તેના પછી વાશી વોર્ડમા 75 સોસાયટીઓએ ક્વોટાથી વધુ પાણી વાપર્યું છે.ત્યારે તેમને એક વોર્નિંગ નોટિસ ઈસ્યુ કરાઈ છે.આમ પાણી પુરવઠાનો ક્વોટા પ્રત્યેક સોસાયટીના ફલેટસ તેમજ રહેવાસીઓની સંખ્યાના આધારે નક્કી થાય છે.જ્યારે બીજીતરફ અલનિનોને કારણે આ વખતે નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી છે.આમ ડેમના જળગ્રાહ્ય વિસ્તારોમાં સારો વરસાદ ન થાય ત્યાં સુધી જળસ્ત્રોતોને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની તેમજ પાણીની માંગને પહોંચી વળવા સંકટકાલીન પ્લાન તૈયાર રાખવાની રાજ્ય સરકારની તાકીદને પગલે એનએમએમસીએ પાણીના રેશનિંગ અને પાણીના વેડફાટ સામે પગલાં લેવા સહિતના વિવિધ ઉપાયો અમલમાં મુક્યાં છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved