કોરોનાના પગલે લાગુ થયેલા લોકડાઉન બાદ જરૂરિયાતમંદો માટે દેવદૂત બની ચુકેલા બોલીવૂડ અભિનેતા સોનુ સુદ વર્તમાન સમયમાં મદદ માટે નવી પહેલ કરી રહ્યા છે.આમ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સોનુ સુદે ઘણા લોકોને લોકડાઉનમાં પોતાના વતન પહોંચાડયા હતા.ત્યારે બીજી લહેરમાં ઘણા લોકોને સારવાર માટે મદદ કરી હતી.ત્યારબાદ સોનુ સુદ આઈ.એ.એસ જેવી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યો છે.જેમાં તેઓ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પૈસાના અભાવે જે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમને પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી છે.જેમાં તેમણે નવી દિલ્હીની એક સંસ્થા સાથે જોડાણ કર્યુ છે.આ સંસ્થાની મદદથી તે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની તૈયારી કરવા માટે મદદ કરશે.જેના માટે વિદ્યાર્થીઓએ સોનુ સુદની સંસ્થા સૂદ ચેરિટી ફાઉન્ડેશન પર અરજી કરવાની રહેશે.જેના માટે વિદ્યાર્થીઓને અરજી કરવા માટે આગામી 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved