લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / દક્ષિણ આફ્રિકા સામે રિષભ પંતે પ્રથમ અડધી સદી નોધાવી

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતા વિકેટકીપર રિષભ પંતે ફિફ્ટી પૂરી કરી છે.જેમાં મેચના ત્રીજા દિવસે ભારતે 2 વિકેટે 57 રનથી આગળ શરૂઆત કરી હતી. જેના પ્રથમ સેશનમાં પૂજારા (9) અને રહાણે (1) રન કરી આઉટ થતા ભારતને બે ફટકા પડ્યા હતા. ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ધૈર્યપૂર્ણ રમતનું પ્રદર્શન કરતા 28 રને અણનમ છે. જ્યારે બીજીતરફ રિષભ પંતે બીજો છેડો સંભાળતા ઝડપી રન ફટકારવાનું ચાલુ રાખ્યું છે. જેમાં પંતે તેની ટેસ્ટ કારકિર્દીની 8મી તેમજ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ અડધી સદી ફટકારી છે.આમ ભારત ટી સેશન સુધી ભારત 200 રન કરવામાં સફળ રહે છે તો ભારત મજબૂત લક્ષ્યાંક આપીને દક્ષિણ આફ્રિકાને બે દિવસમાં આઉટ કરી ત્રણ દાયકા બાદ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં શ્રેણી વિજય સાથે ઈતિહાસ રચી શકશે.