લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દ.આફ્રિકા અને નામિબિયાથી આવેલા ચિત્તાઓનું નામકરણ કરવામાં આવ્યુ

નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા ચિત્તાઓનું નામકરણ કરી દેવામાં આવ્યુ છે.ત્યારે નામીબીયાથી લાવવામાં આવેલી માદા ચિતા અશાનું નામ આશા,સવાનાનું નાભા,તિબિલિસીનું ધત્રી અને ચાર બચ્ચાને જન્મ આપનાર સિયાયાનું નામ જ્વાલા રાખવામાં આવ્યું છે.જ્યારે નર ઓબાનનું નામ પવન,એલ્ટનનું નામ ગૌરવ અને ફ્રેડીનું નામ બહાદુર રખાયું છે.આ રીતે આફ્રિકાના ફિંડા ગેમ રિઝર્વમાંથી લાવવામાં આવેલી પુખ્ત માદાનું નામ દક્ષા રાખવામાં આવ્યું છે.જ્યારે પુખ્ત નરમાંથી એકનું નામ વાયુ જ્યારે બીજાનુ નામ અગ્નિ રાખવામા આવ્યુ છે.આ સિવાય માપેસુ રિઝર્વમાંથી લાવવામાં આવેલી માદાનું નામ નીર્વા રાખવામાં આવ્યું છે.કાલહારીના સ્વેલો રિઝર્વમાંથી લાવવામા આવેલી પુખ્ત માદાને ગામિની,અલ્પવયસ્કને વીરા,પુખ્ત નરને તેજસ તથા અલ્પ વયસ્ક નરને સૂરજ નામ આપવામાં આવ્યું છે.વોટરબર્ગ રિઝર્વમાંથી લાવવામાં આવેલી પુખ્ત માદાનું નામ ધીરા,એક પુખ્ત નરનું ઉદય,બીજાનું પ્રભાસ અને ત્રીજાનું પાવક રાખવામાં આવ્યું છે.