લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સાઉથ આફ્રિકાનો ખેલાડી નોર્ટ્જે ભારત સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવશે

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર નોર્ટ્જે ઈજાના કારણે ભારત સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવશે. નોર્ટ્જેને છેલ્લા કેટલાક સમયથી કમરની ઈજા સતાવી રહી છે. જેના કારણે તે નવેમ્બરમાં રમાયેલા ટી-20 વિશ્વકપ બાદ બોલિંગ કરી જ નથી. જેના કારણે તે ટેસ્ટ મેચ રમવા માટે ફિટ નથી. જ્યારે બીજીતરફ સાઉથ આફ્રિકાએ તેના રિપ્લેસમેન્ટ તરીકે અન્ય કોઈ ખેલાડીને વર્તમાન ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી નથી. જેણે ચાલુ વર્ષે 20.76ની સરેરાશથી 25 વિકેટ ઝડપી છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા સ્થાને કેશવ મહારાજ છે, જેણે 19 વિકેટ ઝડપી છે. આમ સાઉથ આફ્રિકાએ ટીમમાં સાત ફાસ્ટરોનો સમાવેશ કર્યો છે. આમ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 26મી ડિસેમ્બરે બોક્સિંગ ડેથી શરૂ થવાની છે.