લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની લહેર થંભી

આફ્રિકામાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી આવેલી ચોથી લહેર વર્તમાનમાં અટકતી નજરે પડી રહી છે. છ અઠવાડિયા સુધી કેસમાં ઉછાળો આવ્યા પછી હવે ઘટવાનું શરૂ થયું છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે નોધાયો હતો.ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 26 ઓકટોબરે આ સ્વરૂપને ચિંતાજનક સ્વરૂપમાં જાહેર કર્યું હતું.છેલ્લા અઠવાડિયામાં 14 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ આફ્રિકામાં સાપ્તાહિક સંક્રમણોમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આફ્રિકા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રાદેશિક નિર્દેશક ડો.મતશીદિશોનો ઈતીએ કહ્યુ હતું કે આફ્રિકામાં રોગચાળાને પહોચી વળવા માટે હજુ પણ કડક પગલા લેવાની જરૂર છે અને રસીકરણની કામગીરીને ધીમી પડવા દેવી જોઈએ નહી.આફ્રિકામાં ઓમિક્રોનથી આવેલ ચોથી લહેર છ અઠવાડિયાની તેજી પછી થંભી છે અને આ મહાદ્રીપ પર અત્યારે સૌથી ઓછા સમય સુધી ચાલનારી લહેર બની છે.આમ વૈશ્વીક સ્તરે 9.4 બિલિયનથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હોવાછતા ગયા વર્ષના અંત સુધીમાં 90 દેશો તેમની વસ્તીના 40 ટકા વસ્તી રસીકરણના લક્ષ્યાંકો સુધી હજી પહોચ્યા નથી અને તેમાંથી 36 દેશો હજીસુધી 10 ટકા વસ્તીમાં ટીકાકરણ કરવાનું બાકી છે. આફ્રિકાની 85 ટકાથી વધુ વસ્તીને હજુસુધી રસીનો પ્રથમ ડોઝ મળવાનો બાકી છે.