લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને ફીલીપાઇન્સનું જહાજ રોકી રાખ્યું

દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનું આધિપત્ય હોવાનો દાવો કરનાર ચીને ફિલિપાઇન્સનું જહાજ રોકી દીધુ છે. વાસ્તવમાં બંને વચ્ચે કેટલાયે સમયથી સમુદ્રી જળ સીમા અંગે વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે ચીને ફિલીપાઇન્સ સાથે સંબંધો સુધારવા થોડી બાંધછોડ કરી હતી તેવામાં ચીનના કોસ્ટલ ગાર્ડશિપે દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થતું ફિલીપાઇન્સનું જહાજ રોકી રાખ્યું હતું.જેના પરિણામે રાજકીય જળમાર્ગમાં ટકરાવની ભીતિ વધી રહી છે.ત્યારે ચીનના તટરક્ષક જહાજ અને ફિલીપાઇન્સના તટરક્ષક જહાજ બીઆરપી માલા પાસ્કુમા વચ્ચે સેકન્ડ થોમસ શોલ નજીક અથડામણની સ્થિતિ ઉભી થવા પામી હતી. ત્યારે આ પૂર્વે ફિલીપાઇન્સમાં એક જહાજ સાથે આવી સ્થિતિ ઉભી થઈ હતી.ફિલીપાઇન્સના આ બંને તટરક્ષક જહાજો માલાપાસ્કુમી અને માલાબ્રિગો ગેરકાયદે માછલી પકડનારાઓને ઝબ્બે કરવા ફિલીપાઇન્સના જળ-વિસ્તારમાં જ ઘૂમી રહ્યા હતા ત્યાં ચીન તરફથી મેન્ડેરિન ભાષામાં તેમજ અંગ્રેજી ભાષામા રેડિયો ચેતવણી આપવામાં આવી હતી.