સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર વર્તમાનમાં પોતાની આગામી ફિલ્મ માટે ચર્ચામાં છે.જે દક્ષિણના જાણીતા દિગ્દર્શક બુચી બાબૂ સાથે આગામી ફિલ્મ કરવાનો છે. ત્યારે આ ફિલ્મની હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.પરંતુ આ ફિલ્મને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.આ ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જાહ્નવી કપૂર કામ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જુનિયર એનટીઆર એક ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.જેમાં ફિલ્મસર્જક ઇચ્છે છે કે આ ફિલ્મમાં બોલીવૂડની અભિનેત્રી કામ કરે તેથી જાહ્નવીને લેવામાં આવે એવી ચર્ચા છે. ફિલ્મસર્જક જાહ્નવીને આ ફિલ્મની વાર્તા માટે યોગ્ય માને છે. જોકે જાહ્નવીએ આ ફિલ્મમાં કામ કરવા અંગે નિર્ણય લીધો છે કે નહીં તે જાણવા મળ્યું નથી.જાહ્નવીએ બોલીવૂડમાં ફિલ્મ ધડકથી ડેબ્યુ કર્યું છે. તેની પાસે દોસ્તાના ટુ,ગુલ લક જેરી,મિસ્ટર એન્ડ મિસેજ જેવી ફિલ્મો તેની પાસે છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved