લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / દ.ગુજરાતમાં ભારે વરસાદને લઈ જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવી

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈ વડોદરા 06 એનડીઆરએફના કમાન્ડર અજયકુમાર તિવારી અને જિલ્લા કલેક્ટરની સુચનાના આધારે વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ વલસાડ ખાતે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.ત્યારે ટીમ દ્વારા જિલ્લાના તમામ નીચાણવાળા વિસ્તારોની માહિતી લેવામાં આવી છે.તેમજ આધુનિક ઉપકરણો સાથે કોરોના મહામારીની પરિસ્થિતિમાં લોકોનું રેસ્કયુ કરવાં માટે પીપીઇ કીટ તથા સેનેટાઇઝર સહિતના સાધનો સજ્જ કરવામાં આવ્યા છે.