નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યુ છે.ત્યારે હવામાન ખાતાએ આગામી 15 જૂન સુધીમાં દેશના 14 જેટલા રાજયોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.જેમાં ચોમાસુ આગળ વધીને મઘ્ય ભારતને કવર કરી લેશે ઉપરાંત વર્તમાનમાં તે મુંબઇથી આગળ વધી કોકણ,દ.ગુજરાત,તેલંગાણાના કેટલાક ભાગો,આંધ્રપ્રદેશ પહોંચી ગયુ છે.ત્યારે આગામી છ કે સાત દિવસમાં તે વધુ મજબૂત બનશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી પૂર્વ અને મઘ્ય ભારતમાં કરવામાં આવી છે.આમ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર,કર્ણાટક,કેરળમાં 15 જૂન સુધી ભારે વરસાદ પડશે.જેમાં 12 થી 15 કર્ણાટક અને 11 થી 15 જૂને કેરલમાં વરસાદની શકયતા છે,જયારે બીજીતરફ ઓડીશામાં 11 અને 12ના રોજ ભારે વરસાદ પડશે.આ સિવાય મહિનાના અંત પહેલા દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે.સામાન્ય રીતે જૂનના અંતમાં ચોમાસુ દિલ્હી પહોંચતુ હોય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved