શ્રીલંકાની કોર્ટે શ્રીલંકન નેવી દ્વારા પકડવામાં આવેલા 56 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. શ્રીલંકન નેવીએ શ્રીલંકાના જળવિસ્તારમાં માછીમારી કરવાનો આક્ષેપ મૂકી ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.જે બાબતે નોર્ધન જાફના પેનિન્સ્યુલાની કોર્ટે ડિસેમ્બરની મધ્યમાં મન્નારના દક્ષિણમાં આવેલા સમુદ્રમાંથી પકડવામાં આવેલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.જ્યારે બીજીતરફ કેન્દ્રીય વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું છે કે માછીમારોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હાઇકમિશનર ગોપાલ બાગલે અને તેમની ટીમના પ્રયત્નો પ્રશંસાને પાત્ર છે.શ્રીલંકાની કોર્ટ દ્વારા આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે ભારતીય અધિકારીઓએ શ્રીલંકા દ્વારા આર્થિક સહાયતાની માગની પૃષ્ઠભૂમિમાં ભારતીય માછીમારોને માનવતાને આધારે મુક્ત કરવાની અપીલ કરી હતી.આમ થોડાસમય પહેલા ભારતે શ્રીલંકાને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved