લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શ્રીનગર સહિત 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

જમ્મુ કાશ્મીરમા એન.આઈ.એની મોટી કાર્યવાહી સામે આવી છે.જેમાં દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ટેરર ​​ફંડિંગના સંબંધમાં કેટલાક સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે.ત્યારે તે પહેલા પણ એન.આઈ.એએ જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.આ સિવાય બડગામ જિલ્લાના યુદ્ધ સંગમ વિસ્તારમાં સજ્જાદ અહેમદ ખાનના ઘરની તલાશી લીધા બાદ એન.આઈ.એને તેની પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લીધો હતો. આ સાથે જ બડગામના મીર મોહલ્લા નસરુલ્લાપોરામાં ફયાઝ અહમદ રાથેરના ઘરની તલાશી લેવામાં આવી હતી.