લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એસ.ટી નિગમ તલાટીની પરીક્ષામાં ઉમેદવારો માટે બસો દોડાવશે

ગુજરાતમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે.ત્યારે આ પરીક્ષા આપવા માટે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.જેમા 4 હજારથી વધુ બસો મુકવામાં આવશે.આ પરીક્ષા માટે એસ.ટી નિગમ 60 ટકા જેટલી બસોની ફાળવણી કરશે.આ સિવાય ગુજરાત એસ.ટી નિગમ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ અમદાવાદ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.જેમાં પરીક્ષાના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈ અને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો ઘરે પરત ફરતા હોય છે ત્યારે ભીડ થતી હોય છે.જેથી તમામ એસ.ટી બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ જાણ કરી દેવામાં આવી છે.