ગુજરાતના આઠ શહેરો કે જ્યાં કોરોના અને ઓમિક્રોનના કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યાં રાજ્ય સરકારે કરફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. જ્યાં હવે રાત્રીના 1 વાગ્યાના સ્થાને રાત્રીના 11 વાગ્યેથી કરફ્યુ લાગી જશે જે સવારના 5 વાગ્યા સુધી અમલી રહેશે. રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને લેતાં રાજ્યના અમદાવાદ,સુરત,વડોદરા, રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરફ્યુનો સમય રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. ગૃહવિભાગે કોરોના કેસોની સમીક્ષાના અંતે આ નિયંત્રણો 31 મી ડિસેમ્બર સુધી લંબાવ્યા છે,જેમાં નાતાલ અને 31મી ડિસેમ્બરના ન્યૂ-યરની ઉજવણી પણ આવી જાય છે.રાજ્યના આઠ શહેરોમાં તમામ દુકાનો,રેસ્ટોરન્ટ,વાણિજ્યિક સંસ્થાઓ,લારી-ગલ્લા,શોપિંગ કોમ્પલેક્સ,માર્કેટીંગ યાર્ડ,અઠવાડિક ગુજરી કે હાટ બજાર,હેર કટીંગ સલૂન,બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ વર્તમાનમાં રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાય છે જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved