લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના પાટનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો

સમગ્ર રાજ્યમાં માવઠાની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવતા ગરમીની મોસમને બ્રેક લાગી છે.ત્યારે આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર પર પણ જોવા મળી રહી છે.જેના અંતર્ગત છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીમાં વધઘટ થવાથી રાહત મળી છે ત્યારે આગામી દિવસોમાં ગરમી પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જ્યારે બીજીતરફ છેલ્લા ત્રણ ચાર દિવસથી માવઠાની અસર હેઠળ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે.જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.આ સિવાય વર્તમાન સમયમાં પાટનગરમાં ઘણી જગ્યાએ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતા જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે સ્થાનિક રહીશો માટે મુસીબત બન્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે.આ સિવાય આંતરિક માર્ગો ઉપર કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે.જેના પગલે વાહનચાલકોને પણ અકસ્માતના ભય હેઠળ અવરજવર કરવાની નોબત આવી છે.