લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં કોવિડ નિયંત્રણો હળવા કરવાની તૈયારીઓ કરાઈ

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે.ત્યારે રાજ્યમાં કોવિડ નિયંત્રણોમાં છૂટછાટો જાહેર થવાની સંભાવનાઓ છે.જેમાં વસંતપંચમીએ હજારો લગ્નો છે,જ્યારે પ્રસંગોમાં વધુ સંખ્યામાં હાજરીની છૂટ્ટ ઉપરાંત કરફયૂમાં પણ છૂટછાટ આપતો નિર્ણય થવાની શકયતાઓ છે.આમ રાજ્યના આઠ મહાનગરો તથા 19 નગરો સહિત કુલ 27 શહેરોમાં નાઈટ કરફયૂ લાગુ છે.આમ કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં એકાએક વધારો થવા લાગતા સરકારે કોવિડ નિયંત્રણો કડક બનાવી દીધા હતા.જે વર્તમાન નિયમો આગામી 4થી ફેબ્રુઆરી સુધીના છે.સંક્રમણ ઝડપથી ઘટી ગયું છે તેને ધ્યાને રાખીને નિયંત્રણો હળવા કરવાની વિચારણા છે.4 ફેબ્રુઆરી સુધીના વર્તમાન નિયંત્રણોની મુદત પૂર્ણ થયા બાદ છૂટછાટોનો લાભ મળશે.ત્યારે રાત્રી કરફયૂમાં એક કલાકની ઢીલ આપવાની વિચારણા છે.જે રાત્રે 10 વાગ્યાથી કરફયૂનો અમલ થાય છે તે વધારીને 11 કલાકનો કરવામાં આવે તેવી શકયતા છે.આગામી 5મી ફેબ્રુઆરીએ વસંતપંચમીના દિવસે હજારો લગ્નો યોજાવાના છે.જેમાં રાહત મળે તે માટે લગ્નમાં મહેમાનોની સંખ્યા પરના નિયંત્રણ હળવા કરાશે.વર્તમાનમાં લગ્ન કે કોઈપણ સમારોહમાં મહત્તમ 150 લોકોની મર્યાદા નિર્ધારિત છે જે વધારીને 250 કરવામાં આવે તેવી શકયતા છે.આ સિવાય વર્તમાનમાં ધો.10 થી 12ના ઓફલાઈન વર્ગોને છૂટ્ટ છે.જ્યારે ધો.1 થી 9ના વર્ગો ઓનલાઈન ધોરણે જ ચલાવવામાં આવી રહ્યા છે.જેમાં કોરોના સંક્રમણમાં રાહત હોવાથી ધો.5 થી 9ના ઓફલાઈન વર્ગોને પણ મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે અને તબકકાવાર અન્ય વર્ગોના વિદ્યાર્થીઓને પણ છૂટ્ટ અપાય તેવા નિર્દેશ છે.