ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ટેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ વર્ષથી નવી શિક્ષણ નીતિ મુજબ ટેટની બે પરીક્ષાઓ લેવામાં આવશે.જેમાં ધો.9 થી 12મા શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષા પાસ કરવાની હોય છે.ત્યારે રાજ્યમાં શિક્ષક અભિરૂચિ કસોટી ટેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેને લઈ ઉમેદવારો આગામી 20મી તારીખ સુધી ફોર્મ ભરી શકશે.ત્યારે આ વર્ષથી શિક્ષકોની ભરતી માટે લેવાતી પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે.આમ પ્રથમ પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.સરકારે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.જેના માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા અને બાદમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved