લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટતા શિયાળો વિદાય લેશે, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ધીમેધીમે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે.ત્યારે રાજ્યમાં વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે રાજયના તાપમાનના પારામા વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.આમ હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે આગામી 20મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટતી જશે અને તાપમાનનો પારો વધશે તેમજ આગામી 15 અને 16 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે.જેમાં પૂર્વીય સમુદ્રી તટ વિસ્તારમાં વરસાદની શક્યતા સાથે કમોસમી વરસાદની પણ શક્યતા જણાવી રહી છે.આમ દેશના દક્ષિણીય પૂર્વ તટ,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ કે કરાં પડી શકે છે.આ ઉપરાંત આગામી 19 અને 21 તારીખે ગુજરાતના વાતવરણમાં પલટો જોવા મળશે તેમજ 21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાનમાં ધીરેધીરે વધારો થતો જોવા મળશે.