આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે વાલીઓ દર વર્ષે રાહ જોતા હોય છે.તેવા સમયે રાજ્ય સરકારે આરટીઇ પ્રવેશની તારીખો જાહેર કરી છે.જેના અંતર્ગત આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાલીઓ આરટીઇ હેઠળ ફોર્મ ભરી શકશે.જેમાં જૂન માસના પ્રથમ તબક્કામાં એડમીશનની ફાળવણી કરવામાં આવશે. જેમા સમગ્ર એડમિશન પ્રકિયા ઓનલાઈન રહેશે.રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધો.1 થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને ખાનગી શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાય છે જેના માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે.જેમાં ધો.1માં પ્રવેશ મેળવવા બાળકની ઉમર 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરૂરી બની ગઈ છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved