લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજયના વહીવટીતંત્રમા ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયાના બે દિવસમાં રાજય સરકારે એકસાથે 109 આઈએએસ અધિકારીઓની બદલી કરીને મોટા ફેરફારો કર્યા છે.જેમાં સાત કલેકટર, ત્રણ જીલ્લા વિકાસ અધિકારી અને એક મ્યુનીસીપલ કમિશ્નરનો સમાવેશ થાય છે.જેમાં એડીશ્નલ ચીફ સેક્રેટરીથી માંડીને એડીશ્નલ કલેકટર સુધીની રેન્કના અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે.જેમા બદલી કરાયેલા અધિકારીઓમાં પાંચ એડીશ્નલ ચીફ સેક્રેટરી,ચાર પ્રિન્સીપાલ સેક્રેટરી,12 સેક્રેટરી,19 કલેકટર,14 ડીડીઓ,ત્રણ મ્યુનીસીપલ કમિશ્નર તથા ચાર નગરપાલિકા કમિશ્નરોનો સમાવેશ થાય છે.