રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.ત્યારે આગાહીના પગલે રાજ્યમાં ગઈકાલે અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થયો હતો.આ આગાહી મુજબ રાજ્યના બનાસકાંઠા,પાટણ,મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ,રાજકોટ તેમજ કચ્છમાં વરસાદ પડી શકે છે.આ ઉપરાંત વડોદરા,છોટાઉદેપુર,ભરૂચ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 30મી એપ્રિલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે,જ્યારે આગામી 1 મેના રોજ અમરેલી,ગીર સોમનાથ તેમજ ભાવનગર પંથકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસો સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે બીજીતરફ ગરમી બાદ કમોસમી વરસાદ થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved