લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં આગામી ત્રણ દિવસ પવન સાથે માવઠાની આગાહી કરાઇ

રાજ્યમા ફરીએકવાર વાતાવરણમાં ફેરફાર થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમા રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.આ સિવાય આ પહેલા પણ વરસાદ પડતા પાકમાં વ્યાપક નુકસાન થયુ છે ત્યારે વધુ એકવાર માવઠાની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આમ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.રાજ્યમાં ઉનાળાની સાથે માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું.આમ રાજ્યના બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.