લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂંક કરવી પડશે

વર્તમાનમા યુજીસી દ્વારા અપાયેલા આદેશ મુજબ એમ.એસ.યુનિવર્સિટી અને રાજ્યની બીજી તમામ યુનિવર્સિટીઓના સત્તાધીશોને પણ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને ફરિયાદોનુ નિરાકરણ લાવવા સ્ટુડન્ટસ ગ્રિવન્સ રિડ્રેસલ સેલની રચના કરવી પડશે.આ સાથે વિદ્યાર્થીઓની ફરિયાદના સમાધાન માટે યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂંક કરવાની રહેશે.ત્યારે આ સેલ સમક્ષ વિદ્યાર્થીઓ ખોટી રીતે પ્રવેશ આપવા સામે,પ્રવેશ માટે લાયક હોવાછતા પ્રવેશ નહીં આપવા સામે,સંસ્થા અંગે ખોટી જાણકારી આપવા સામે,અના મત નીતિનુ ઉલ્લંઘન થતુ હોય તો તેની સામે,પરિણામો જાહેર કરવામાં વિલંબ સામે ફરિયાદ કરી શકશે.આ સાથે લઘુમતી સમુદાય,દિવ્યાંક અથવા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થાય તો તેની ફરિયાદ આ સેલ સમક્ષ વિદ્યાર્થીઓ કરી શકશે.આ સિવાય કોઈપણ અભ્યાસક્રમ શરૂ થાય તેના 3 મહિના પહેલા તેને લગતી તમામ પ્રકારની જાણકારી અને પ્રવેશ પ્રક્રિયાની માહિતી રજૂ કરવી પડશે.