લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત રાજ્યને લઈ હવામાન વિભાગે આગાહી કરી

છેલ્લા ચાર દિવસથી દેશના ગુજરાત,દિલ્હી,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.ત્યારે આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક રાજ્યોમાં વરસાદની તો કેટલાક રાજ્યોમાં બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે.જેમા ગુજરાતનાં કેટલાક ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન હળવા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ સિવાય દેશના દિલ્હી,હરિયાણા,રાજસ્થાન,જમ્મુ-કાશ્મીર,તમિલનાડુ,પુડુચેરી,કેરળ, હિમાચલ પ્રદેશ સહિતના ભાગોમાં વરસાદ,હિમવર્ષા તેમજ ઝડપી પવનની આગાહી કરવામાં આવી છે.