લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજ્યમા કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

મહારાષ્ટ્ર રાજ્યના તબીબી શિક્ષણ મંત્રીએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના સત્તાવાળાઓ સાથે વાતચીત કરી હતી.જેમાં સરકારી હોસ્પિટલો અને કોલેજોમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ,ઓક્સિજનનો સ્ટોક,ઉપલબ્ધ વેન્ટિલેટરની સંખ્યા,રેમડેસિવીરની ઉપલબ્ધતા,દર્દીઓની સંખ્યા ઘટાડવાના પગલાં,જરૂર જણાય તો વધારાના ડોકટરોની ઉપલબ્ધતા જેવા અનેક વિષયોની સમીક્ષા કરવામાં આવી હતી.આમ વર્તમાનમા તબીબી શિક્ષણ વિભાગ હેઠળ 5 હજારથી વધુ કોવિડ બેડ છે.જ્યારે 2 હજારથી વધુ વેન્ટિલેટર અને ઓક્સિજન માટે 62 એલ.એમ.ઓ ટેન્ક,આ સિવાય જો જરૂરી હોય તો 37 પી.એસ.એ પ્લાન્ટ કાર્યરત કરાયા છે.આમ મેડિકલ કોલેજમાં એક દિવસમાં ૩૦ હજારથી વધુ કોવિડ ટેસ્ટ કરી શકાય છે.