રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વર્તમાનમાં ધ્રોલ માર્કેટિંગયાર્ડ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી.જેમાં તેઓએ ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી અને રજૂઆતોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેવુ જણાવ્યું હતુ.આ પ્રસંગે મંત્રીએ કૃષિ,પશુપાલન,સહકાર તેમજ ગ્રામવિકાસ સહિતના મુદાઓ અંગે ખેડૂતો સાથે પરામર્શ કર્યો હતો અને ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હત.જેમાં ખેડૂતોએ યાર્ડની જગ્યા સી.સી.કરવી,ધ્રોલ તાલુકાના ગામોમાં નર્મદા નિરથી તળાવો,ચેકડેમો ભરવા,ઉંડ-1માં ઉપલા સેક્શનમાં આર.સી.સી સ્ટ્રક્ચર કરવું,આજી-3 ડેમ હેઠળની કેનાલો અંડરગ્રાઉન્ડ કરવી,પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સની સુવિધા વધારવી સહિતના અનેક પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નો પરત્વે યોગ્ય તેમજ ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે તેવુ જણાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ,માર્કેટિંગયાર્ડ ધ્રોલના પ્રમુખ,જિલ્લા પંચાયત સદસ્ય સહિતના લોકો તેમજ ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved